બેનમુન શાહી સંભારણું : આયના મહેલ

એક બેનમુન શાહી સંભારણું ભુજ શહેરમાં મહારાવ શ્ની લખપતજી દ્વારા બાંધવામાં આવેલ આયના મહેલ છે. આયના મહેલમાં મનોરમ્ય ફુવારા, કાચના ઝુમ્મરો, અરીસાથી મઢેલ દિવાલો, હાથીદાંતના નકશીકામથી જડેલ દરવાજા અને અનેક પુરાણી વસ્તુઓ અહીં રાજાશાહી સમય નું દ્રશ્ય ખડું કરાવે છે. મહેલના દરબાર ખંડમાં સુવર્ણ પાયે ઢાળેલો મહારવ લખપતજીનો ઢોલિયો અને તેના પર હિરે જડિત તલવાર પણ મૂકવામાં આવેલ છે.


હમીરસર તળાવ એ ભુજનું હ્રદય છે


ભુજનું હમીરસર સુંદર તો છે તે સાથે ભુજ શહેર તથા કચ્છનાં લોકો નું હ્રદય પણ છે હમીરસર તળાવ ની વાત કરીયે તો ક્યારેક અતિવૃષ્ટિ અને મોટા ભાગે તો અનાવૃષ્ટી એટલે કે દુકાળના સમયમાં વરસાદના જે થોડા પાણી પડે છે તે પાણી ને કાયમી અને લાંબા સમય સુધી પાણીનો ઉપયોગ ભુજ ના નગરજનો કરી શકે તેવી અદભૂત રચના આજથી ચારસો વર્ષ પહેલા કરવામાં આવી હતી.

કચ્છ મ્યુઝિયમ- રાજાશાહિ જમાનાનું સંભારણું


રાજાશાહિ જમાનાનું સંભારણું એટલે "કચ્છ મ્યુઝિયમ". પહેલાં હુન્નરશાળા અને ત્યારબાદ મહારાવને મળેલી ભેટ-સોગાદોમાંથી ખરીદાયેલી અનેક ચીજોથી સજ્જ મ્યુઝિયમ તરીકે ભુજની સર ઓલફ્રેડ હાઇસ્કુલ પાસે આ કચ્છ મ્યુઝિયમ કચ્છ ઉપરાંત દેશ-દુનિયાના પર્યટકોને કચ્છના  રાજાશાહિ તેમજ સાંસ્ક્રુતિક વારસાના દર્શન કરાવે છે .

નોંધ :

નાગરિકો દ્વારા સ્વચ્છતાને લગતી કોઈ પણ ફરીયાદ નીચે જણાવેલ લીંક દ્વારા કરી શકાશે.

"Swachhata-MoHUA - થર્ડ પાર્ટી લીંક"


Proactive Disclosure

Swachhta Ranking 2021 Winners

Affordable Rental Housing Complexes (ARHCs)

GR-Affordable Rental Housing Complexes (ARHCs)

Request for Expression of Interest (REOI)-CORRIGENDUM

Responses to Expression of Interest (EoI) for Shortlisting of Entities under Model-02 of ARHCs

શહેર

" ઇ - ન્‍યુઝ "