શહેરની સંસ્‍થાઓ

એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એકટ)-ભુજ

         શુષ્ક તેમજ અર્ધશુષ્ક વિસ્તારના કુદરતી સંશાધનોના મુદ્રે કાર્ય કરવા ઇચ્છતા કાર્યકરોને પોતાના વિસ્તારના લોકોને આયોજનબદ્ઘ રીતે આજીવન ઉપયોગી બને તેવું વૈૈજ્ઞાનિક/પરંપરાગત/અનુભવ આધારિત જ્ઞાન આપતી અને ફેલાવતી તેમજ પ્રતિભામાં વધારો કરતી સંસ્થા...
  મિશન સ્ટેટમેન્ટ
શુષ્ક તેમજ અર્ધશુષ્ક વિસ્તારમાં પ્રર્વતતી પર્યાવરણીય મુશ્કેલીઓના નિરાકરણ માટે વિસ્તારના લોકોને સાથે રાખીને મુશ્કેલીઓને સમજી તેના 'ટેકનીકલ" ઉપાયો શોધીને એ વિસ્તારના સામાજિક જીવનધોરણનું સશકિતકરણ ક રવું... કચ્છ અને કચ્છ જેવા શુષ્ક તેમજ અર્ધશુષ્ક વિસ્તારમાં કાર્ય કરતી એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એકટ) સંસ્થા કુદરતી સંશાધનોના વિકાસ અને વ્યવસ્થાપન અંગે કાર્ય કરે છે. સંસ્થાના કાર્યક્ષેત્રમાં મુખ્ય_વે નીચે દર્શાવેલા વિષયદિશાઓ સંકળાયેલી છે:
૧. ભૂગર્ભજળ વ્યવસ્થાપન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારાશનો અભ્યાસ
૨. શહેરી સપાટીયસ્ત્રોતોનું વ્યવસ્થાપન
૩. ક્ષમતાવર્ધન અને તાલિમ
 
કચ્‍છ મહિલા વિકાસ સંગઠન
         ક.મ.વિ.સ. કચ્છ-ગુજરાત માં કાર્યરત એક મહિલા સંસ્થા છે. આ સંસ્થા ની શરૂઆત ૧૯૮૯ માં સરકારી અને બિન સરકારી સંસ્થાઓ  જેવી કે ગુજરાત રાજ્ય હસ્ત કળા નિગમ, કમીશનર મહિલા તથા બાળ વિભાગ અને સ્વેછીક સંસ્થા જન વિકાસ ના સંયુક્ત સાહસ થી કરવા માં આવી. ક.મ.વિ.સ. નો મુખ્ય ઉદ્દેશ એ છે કે કચ્છ ની ગ્રામીણ અને શહેરી બહેનો નું સશક્તિકરણ કરવો. અને આ ઉદ્દેશને બર લાવવા ક.મ.વિ.સ. દ્વારા ગ્રામીણ અને શહેરી બહેનો ને સંગઠિત કરી તેમનું ઘડતર અને ક્ષમતાવર્ધન એવી રીતે કરવા માં આવે કે તેઓ પોતાના પરિવાર અને વિસ્તાર ના પ્રશ્નો ના ઉકેલ અને વિકાસ  માટે સ્વનિર્ભર થાય અને બદલાવ માટેના ઉદીપક ની ભૂમિકા ભજવે.
 
સહજીવન
         1991 માં જનવિકાસ ઇકોલોજી સેલ તરીકે કચ્છ ના ગ્રામ્ય વિસ્તારો ની મહિલાઓ ના સંગઠનો ને પ્રકૃતિક સંસાધનો ની જાળવણી ના કર્યા માં મદદ રૂપ થવા માટે સહજીવન ની સ્થાપના થઈ હતી.1997 માં એક સ્વતંત્ર સંસ્થા તરીકે નોંધાઈ સહજીવને પ્રકૃતિક સંસાધનો તરફ મજબૂત જાતિ પરિપ્રેક્ષ્ય વિકસિત કર્યો છે,અને પારંપરિક જ્ઞાન થી આદર કરી તેનાથી શીખ મેળવી આગળ વધવા ની પદ્ધતિ અપનાવી છે .કચ્છ માં બિન સરકારી સામાજિક સંગઠનો ના પ્રથમ પાયા તરીકે ગણાતી આ સંસ્થા એ ઘણા "નોલેજ સેંટર" સ્થાપિત કર્યા છે.જે આગળ જય ને સ્વતંત્ર સંસ્થા તરીકે ઓળખ પામ્યા છે. હાલ સહજીવન માં ત્રણ વિભાગો છે -વિકેન્દ્રિત પીવાનું પાણી ,પશુપાલન વિભાગ,શહેરી વિસ્તાર માં પર્યાવરણીય પહેલ,. હોમ્સ ઇન ધ સિટી કાર્યક્રમ હેઠળ સહજીવન નો શહેરી પર્યાવરણ પહેલ વિભાગ ભુજ શહેર માં વંચિત વિસ્તારો માં વિકેન્દ્રિત પીવાના પાણી ની યોજના ઊભી કરવા તેમજ શૌચાલય ની સુવિધા માટે વોર્ડ નંબર 2 અને 3 માં કાર્યરત છે.સાથેજ શહેર માં ઘન કચરા વ્યવસ્થાપન માટે સહજીવન જાગૃતિ કાર્યક્રમો ,પ્લાસ્ટિક ના ઝભલા નું ફરી ઉપયોગ કરવો,ભીના કચરા નો પશુ આહાર તરીકે ઉપયોગ કરવા જેવા કાર્યક્રમો લોક સહયોગ થી કરે છે.ભુજ નગરપાલિકા સાથે જોડાણ કરી સહજીવને વિકેન્દ્રિત પીવાના પાણી માટે એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેક્નોલોજીસ સાથે,શૌચાલય કાર્યક્રમ માટે હુનરશાળા સાથે, ઘન કચરા વ્યવસ્થાપન માટે કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે અને ભુજ સેતુ સાથે એરિયા સમિતિઓ બનાવવા માટે ભાગીદારી કરી છે.