વસ્‍તી

        આ તાલુકો કચ્‍છની ભૂપૃષ્‍ઠમાં લગભગ મધ્‍યમાં છે. ઉત્તરે મોટું રણ અને પછી પાકિસ્‍તાન છે, પશ્ચિમે નખત્રાણા તાલુકો, દક્ષિણે માંડવી તથા મુન્‍દ્રા તાલુકો અને પૂર્વે અંજાર તાલુકો છે. જિલ્‍લાના મુખ્‍ય મથક ભુજની વસ્‍તી ર૦૧૧ પ્રમાણે ર,૧૩,પ૧૪ છે. તાલુકાની વસ્‍તી ૪,૪૩,ર૬૯ છે. ભુજ તાલુકામાં ૧પ૯ ગામો અને એક શહેરનો સમાવેશ થાય છે. આ તાલુકો ૪પ૦૦ ચો.કિ.મી. વિસ્‍તાર ધરાવે છે. વિસ્‍તારની દ્રષ્‍ટ‍િએ આ સૌથી મોટો તાલુકો છે. ઇ.સ. ૧૮૭૮ (સંવત ૧૯૩૪) ના ઠરાવથી ભુજ તાલુકાની રચના થઇ છે. જેમાં પચ્‍છમ, બન્‍ની, પાવર, મીઆણી, માક અને કંઠી પરગણાનાં ગામોનો સમાવેશ થાય છે.