સ્થાપના
પ્રજાના શાસનનું પ્રથમ પગથિયું નગરપાલિકા છે.જ્યાં લોકોના ઘણા રોજિંદા પ્રશ્નોનાં નિવેડો આવે છે. ભુજ નગરપાલિકાની સ્થાપના સંવત ૧૮૭૧ના થઈ હતી તે કચ્છની પ્રથમ નગરપાલિકાનું માન મેળવી જાય છે.
કચ્છ રાજયનું વિલીનીકરણ ભારત સંઘમાં થયું તે પછી સાચો વિકાસ સાધ્યો અને સને ૧૯૫૧ના “ધી બોમ્બે મ્યુનિસિપલ બરોઝ એક્ટ” ૧૯૨૫ના લાગુ પાડવામાં આવ્યો ત્યારે આ સંસ્થા ભુજ બરો મ્યુનિસિપાલિટી એવું નામકરણ પામી જે આજ પર્યંત ચાલુ છે.