ભૌગોલિક પરિસ્થિતિ

         રણમાં સમાતી ઉત્તરવાહિનીઓમાં ખારી, પાટ, મીઠવો, કાયલા, જરણવાળી કાસમતી છે જયારે દક્ષિણવાહિનીઓમાં ચકારવાળી ભૂખી અને નાગમતી છે. ડુંગરોમાં કાળો ડુંગર, ગોરો ડુંગર, ભુજિયો, કરગરિયો, હબાય, લકીની ધાર મુખ્‍ય છે. તાલુકાનો મોટાભાગનો વિસ્‍તાર ડુંગરાળ છે. બન્‍ની વિસ્‍તાર સપાટ પ્રદેશ છે. એશિયાનું અવ્‍વલ ઘાસિયું મેદાન તેની રણકાંધીએ આવેલું છે. જમીન સાધારણ છે પણ આ તાલુકાના કણબી પટેલો, આહીરો પરિશ્રમ કરી વાડીઓ બનાવી પિયત ખેતી કરે છે. ફળો-શાકભાજીન બગીચા પણ ઘણાં આવેલા છે. અનાજમાં બાજરો, મઠ, મગ, જુવાર, ગોવાર, ઘઉં, જવ, તલ, કપાસ વગેરે થાય છે.