ભુજિયાના આછેરા ઈતિહાસ પર નજર ફેરવીએ. ડુંગરની ટોચ પર ભુજંગદેવનું મંદિર છે, જેના થકી ડુંગરનું નામ ભુજિયો પડયું હોવાનું કહેવાય છે. એક તરફ લોકવાયકા એવી છે કે ભુજિયાના નામ પરથી ભુજનું નામકરણ થયું, તો બીજી તરફ ઇતિહાસકારો એમ પણ કહી રહ્યા છે, મે ખેંગારજી પ્રથમે ૧પ૧૦માં જયારે કચ્છની સ્થાપના કરી ત્યારે દીકરા ભોજરાજજીનું નિધન થયું અને તેની સ્મૃતિમાં શહેરનું નામ ભુજ પડયું. નાગપંચમીના દિવસે ભુજિયાનો મેળો ભરાય છે અને જિલ્લાભરમાંથી શ્રદ્ધાળુઓ ઊમટે છે.
ઇ.સ. ૧૭ર૩માં અહીં કિલ્લો બંધાઇ ગયો હતો. મહારાઓ ખેંગારજી ત્રીજા ભુજિયાને રખાલ (રિસર્વ ફોરેસ્ટ) તરીકે વિકસાવ્યો હતો. અહીં દીપડા આયાત કરાતા અને મહરાજાઓ તેનો શિકાર કરતા હતા. ઇ.સ. ૧૯૭૧ના ભારત પાક યુદ્ધ વખતથી લઇ ર૦૦૧ સુધી આ કિલ્લો ભારતીય સેનાના કબજામાં હતો, ત્યાં સુધી અહીં લોકો માટે અવરજવર પ્રતિબંધિત હતી. અહીં શસ્ત્રોનો ભંડાર રખાયો હતો. શસ્ત્રો રાખવા કિલ્લમાં ૧પ કોઠા છે જેમાં અંદાજીત પ૦ માણસો રહી શકે છે. રાજાશાહી વખતમાં બહારના લશ્કરને આ કોઠાઓમાં આશ્રય અપાતો હતો !.
આમ, ભુજિીયાએ એક મૃત જવાળામુખી પર્વત, ઐતિહાસિક કિલ્લા, શસ્ત્રાગાર, કોઠા, રિસર્વ ફોરેસ્ટ સહિતના અનેક પડાવ જોયા છે ત્યારે હવે આ કિલ્લો ચીનની કક્ષાના સ્મૃતિવનથી શોભી ઊઠશે અને એની ઓળખમાં એક કાયમી છોગું ઉમેરાઇ જશે !
જોવાલાયક સ્થળો
ભુજિયો ડુંગર
સ્વામિનારાયણ મંદિર
ભૂજનું સ્વામિનારાયણ મંદિર સમગ્ર યુ.કે., આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ધર્મચુસ્ત સત્સંગી કચ્છીઓનું આશ્રયસ્થાન છે તેના માધ્યમે દેશ પ્રત્યેની લાગણી ટકી છે. વધી છે અને તેના જ કારણે કચ્છમાં અવરજવર પણ જળવાઇ છે. તેના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ ઓસ્ટ્રેલિયામાં ચાર મંદિરોનું નિર્માણ કરાવ્યું છે જયારે યુ.કે.માં ભુજ નરનારાયણદેવ હેઠળનાં આઠ મંદિરો છે. જયારે નાઇરોબી લંગાટામાં ૧૬ એકરમાં નૂતન મંદિર કચ્છી વસાહત સાથે નિર્માણ પામી રહ્યું છે. |
દેશનું બીજું સંસદ ભવન ભુજોડીમાં !
દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે, ત્યારે અદ્લ એના જેવી જ રચના ધરાવતા સંસદભવનનું નિર્માણ હાલ ભુજથી ૯.૯ કિ.મી.ના અંતરે આવેલ ભુજોડી ગામમાં ચાલી રહ્યું છે. નિર્માણ બાદ અહીં મ્યુઝિયમ અને ગેલેરી બનશે. નિર્માણધીન ભવનની નજીકમાં જ હીરાલક્ષ્મી મેમોરિયલ ક્રાફટ પાર્ક પણ આવેલો છે, જયાં રવિવારે અને રજાના દિવસોમાં પ્રવાસી ઓનો જાણે મેળાવડો જામે છે.